Head Transplant:Significant Scientific Breakthrough

તારીખ: 17 November 2017, વિયેના, ઑસ્ટ્રિયા

ઇટાલિયન ન્યુરોસર્જન સેર્ગીયો કેનવેરો (Sergio Canavero)press conference માં પહેલા મનુષ્ય હેડ ટ્રાન્સપ્લાન્ટના સફળતાની જાહેરાત કરી ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યા. જો કે આ ટ્રાન્સપ્લાન્ટ હજી શબ (Corpses) પર કરવામાં આવ્યું છે છતાં પણ જો ડૉક્ટર સેર્ગીયો કેનવેરો અને એની ટીમના દાવા પ્રમાણે જો આ હેડ ટ્રાન્સપ્લાન્ટ સફળ રહ્યું હોય તો માનવ ઇતિહાસની મોટી સિદ્ધિ ગણાશે.    
  
Italian professor Sergio Canavero 

September, 2016 માં સેર્ગીયો કેનવેરોએ પહેલી વાર મનુષ્ય હેડ ટ્રાન્સપ્લાન્ટ અંગે જાહેરાત કરી અને સાથે સાથે 2017ના અંત સુધીમાં તેઓ મનુષ્યનું હેડ ટ્રાન્સપ્લાન્ટ કરશે તે પણ જાહેર કર્યું. આ જાહેરાત પછી વિશ્વભરના સમાચાર માધ્યમોનું ધ્યાન ખેંચાયું. શું ખરેખર તબીબી વિજ્ઞાન (medical science) એટલું આગળ નીકળી ગયું છે કે મનુષ્ય પર સફળતા પૂર્વક હેડ ટ્રાન્સપ્લાન્ટ થઇ શકશે તે અંગે ચર્ચા શરુ થઇ.
હેડ ટ્રાન્સપ્લાન્ટ નાજુક વિષય એટલે છે કારણકે તેમાં મનુષ્યના મગજનો સમાવેશ થાય છે, મનુષ્યનું મગજ જેને બ્રહ્માંડનું સૌથી જટિલ બંધારણ ગણવામાં આવે છે જે કરોડરજજુ(spinal cord)થી જોડાયેલ હોય છે તેને એક શરીર માંથી બીજા શરીરમાં જોડવું એ સાચે જ કઠિન કામ છે.



September, 2016 માં સેર્ગીયો કેનવેરોની જાહેરાત પછી વિજ્ઞાનજગતમાં અનેક વિવાદ થયા તથા અનેક લોકોએ વિરોધ પણ કર્યો તો અનેક લોકોએ તેમના કાર્ય અને નિર્ણયને વખાણ્યાં. રશિયન કમ્પ્યુટર વૈજ્ઞાનિક વેલેરી સ્પિરીડોનોવ (Valery Spiridonov) વિશ્વના પ્રથમ હેડ ટ્રાન્સપ્લાન્ટ માટે સ્વયં તૈયાર થયા. 31 વર્ષના વેલેરી સ્પિરીડોનોવ વિકલાંગ છે અને આ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા નવું જીવન ઈચ્છે છે. આ બાજુ પ્રોફેસર સેર્ગીયો કેનવેરોનો અનેક વિરોધ થયા પછી તેમને ચીન આવીને પોતાનું રિસર્ચ આગળ વધાર્યું.
Russian computer scientist Valery Spiridonov 

ઉંદર અને કુતરા પર અનેક પ્રયોગો બાદ નવેમ્બર 2017 માં તેમણે મનુષ્યના શબ પર હેડ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું નક્કી કર્યું. ચીનના પ્રોફેસર રેન જિયાઓપિંગ(Ren Xiaoping) અને તેમની ટીમ સાથે સતત 18 કલાક ઓપેરશન ચાલ્યા બાદ સેર્ગીયો કેનવેરોએ ઓસ્ટ્રિયામાં યોજાયેલી પત્રકાર પરિષદમાં સર્જરી સફળ ગણાવી અને જલ્દી જ જીવતા મનુષ્ય પર આ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે તેના સંકેત આપ્યા.
Professor Ren pictured with professor Canavero

સર્જરી કઈ રીતે શક્ય બની તેના માટે થોડા દિવસોમાં જ રિસર્ચ પેપર જાહેર કરવામાં આવશે પરંતુ conference માં જણાવ્યા પ્રમાણે તેમને કરોડરજજુ ને જોડવા માટે polyethylene glycol (PEG) નો ઉપયોગ કર્યો, જે તબીબી વિજ્ઞાનમાં સામાન્ય રીતે શરીરમાં કોશિકાઓને જોડાવા માટે પ્રોત્સાહિત કરે છે.  
Press conference at Vienna, Austria (17 November 2017)

જો જીવતા મનુષ્ય પર સફળ હેડ ટ્રાન્સપ્લાન્ટ થાય તો પણ અનેક સવાલોનો જવાબ મળવાનો બાકી રહે છે જેમકે,
બીજા મનુષ્યનું મગજ બીજાનું શરીર અપનાવશે?
હેડ ટ્રાન્સપ્લાન્ટ થયા પછી એ માણસ જેનું મગજ છે તે રીતે વર્તન કરશે કે પોતાના શરીર પ્રમાણે ?
    
Dr. Marc Siegelના પ્રમાણે મનુષ્ય પર હેડ ટ્રાન્સપ્લાન્ટ શક્ય જ નથી અને સેર્ગીયો કેનવેરોની આ સફળતા પાયા વિહોણી ગણાવી જો કે આ ઓપેરશન કેટલું સફળ રહ્યું એતો આવનારો સમય જ બતાવશે. 


Thank You...

Give your opinion about my blog or on First Human Head Transplant in the comment box.  

Share if you like it, subscribe & follow us for more updates.


     

Comments

Popular Posts