Artificial Intelligence(AI): Gujarati Explain
A.I. એટલે કે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજેન્સ ( Artificial Intelligence ) કમ્પ્યુટરની દુનિયામાં હંમેશાથી ચર્ચાનો વિષય બની રહેલો છે.Artificial એટલે કે કૃત્રિમ અને Intelligence નો અર્થ થાય બુદ્ધિ. યંત્ર કે કમ્પ્યુટરમાં કૃત્રિમ બુદ્ધિ વિકસાવી એટલે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજેન્સ.એવી Intelligence જે યંત્રને પોતાને નિર્ણય લેવાની સ્વત્રંતા આપે.
સામાન્ય રીતે લોકો A.I. ને વિલન અથવા ખતરો ગણે છે, કારણકે મોટા ભાગની ફિલ્મોમાં પણ એ દર્શાવામાં આવે છે, જેમકે રજનીકાંત ની ફિલ્મ રોબોટ.પરંતુ તે ફાયદાકાર પણ હોય શકે, જેમકે Iron Man ફિલ્મનું Jarvis કમ્પ્યુટર.
તો પછી Artificial Intelligence માનવ જગત માટે લાભદાયી નીકળશે કે નુકસાનકાર?
સામાન્ય રીતે લોકો A.I. ને વિલન અથવા ખતરો ગણે છે, કારણકે મોટા ભાગની ફિલ્મોમાં પણ એ દર્શાવામાં આવે છે, જેમકે રજનીકાંત ની ફિલ્મ રોબોટ.પરંતુ તે ફાયદાકાર પણ હોય શકે, જેમકે Iron Man ફિલ્મનું Jarvis કમ્પ્યુટર.
તો પછી Artificial Intelligence માનવ જગત માટે લાભદાયી નીકળશે કે નુકસાનકાર?
Artificial Intelligence સમજવા માટે કોઈ perfect વ્યાખ્યા તો નથી પણ 1997 પહેલા કહેવાતું હતું કે જયારે પણ કમ્પ્યુટર ચેસના શ્રેષ્ઠ ખેલાડી સામે જીતી જશે ત્યારે તે કૃત્રિમ બુદ્ધિ ( AI ) ધરાવે છે તેમ માનવું.1945 માં બનેલ પ્રથમ કમ્પ્યુટર ENIAC ના 52 વર્ષ પછી 11 May 1997 ના દિવસે IBM ના Deep Blue નામના કમ્પ્યુટરએ વિશ્વચેમ્પિયન ચેસ ખેલાડી ને હરાવ્યો, ત્યારપછી IBM ના જ Watson એ Jeopardy! Quiz show માં પોતાના જવાબ આપી ને લોકોને આશ્ચર્યમાં મૂક્યા અને થોડા સમય પછી Google ના AlphaGo એ March 2016માં Go બોર્ડગેમમાં જીતીને દુનિયાભરમાં આંચકાનું મોઝું ફેરવી દિધું.
![]() |
Computer (AlphaGo) V/s Human (Lee Sedol) : Go Boardgame |
હકીકતમાં જે રીતે Artificial Intelligence દુનિયાની સૌથી complicated ગણાતી રમતો (Chess,Go) જીત્યું તે પછી દુનિયાના મહાન વૈજ્ઞાનિક Stephen Hawking અને Elon Musk સહિત અનેક વૈજ્ઞાનિકો એ AI ને ખતરા સમાન ગણાવી. જો કે માનવ જગત માટે AI ખતરો બને તેવા દિવસો ને હજી ઘણી વાર છે અને એવા દિવસો આવશે પણ ખરા તે પણ એક સવાલ છે.
AlphaGo અથવા Deep Blue માત્ર તે રમત ને ધ્યાનમાં રાખીને બનાવ્યા હતા,તે બીજા કોઈ કામે લાગી શકતા નથી.જયારે ખરી Artificial Intelligenceને તો દરેક ક્ષેત્ર બાબતે માહિતી અને સાથે સાથે નિર્ણય લેવાની શક્તિ પણ ધરાવતી હોવી જોઈએ.
અત્યારે Google ની DeepMind કંપની Artificial Intelligence બાબતે અગ્રેસર છે, તેમના મુજબ તેમની system (Program/Software) AlphaGo કે Deep Blue જેવી Pre-Programmed નહિ હોય, પરંતુ self-learning હશે જે તેને થતા અનુભવોથી શીખશે.જેમકે સિસ્ટમ ને એક Video Game 'Atari' રમાડવામાં આવે છે, જેમ જેમ તે આ game પાછળ વધુ સમય આપે છે તેમ તેમ તે આ game માં શ્રેષ્ઠ બનતું જાય છે.
Technically, તે Deep Learning ઉપયોગ કરે છે, જોકે હજી પણ તેની પર ઘણું research કરવાનું બાકી છે.અત્યારે તો Google, Amazon જેવી મોટી કંપનીઓ AI નો ઉપયોગ શોધી રહી છે જેમકે Self -Driving Car, Healthcare અને તેની પર સંશોધન પણ કરી રહી છે, જયારે સામાન્ય લોકો ના જીવનમાં I-phone ની AI 'Siri' Personal Assistant તરીકે મદદ કરી રહી છે.
તો લેખના શરૂઆતમાં પુછાયેલા પ્રશ્ન 'Artificial Intelligence માનવ જગત માટે લાભદાયી નીકળશે કે નુકસાનકાર?' નો જવાબ :
હા, self-experince થી શીખતી AI ખતરો સાબિત થઇ શકે પરંતુ તેને લીધે આપણે AI પર સંશોધન બંધ ના કરી શકીએ.યુરેનિયમ (U -235) થી અણુબોમ્બ બની શકે તો યાદ રાખવું કે વીજળી પણ તેનાથી જ ઉત્પન્ન થાય છે.
AI માનવ જગત માટે ઉજળું ભવિષ્ય પણ લાવી શકે છે અને લાવશે. યાદ રાખવું જોઈકે આખા બ્રહ્માંડમાં સૌથી જટીલ રચના માનવ મગજની છે, એટલે માનવી સામે જીતવું આસાન તો નહીં જ હોય
Thank You ...
Give your opinion about my blog or on AI in the comment box.
Artificial Intelligence ની આ માત્ર સામાન્ય જાણકારી હતી વધુ માહિતી માટે સંપર્ક કરો અથવા Google .
Comments
Post a Comment