Your Self-Driving Car Will Be Programmed to Kill You

Autopilot એટલે કે Self-Driving કાર જલ્દી જ દુનિયાના બધા દેશોમાં જોવા મળે તો નવાઈ નહિ. હાલ USA અને બીજા અનેક વિકસિત દેશોના રસ્તાઓ પર આ કારોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે, અનેક કાર કંપનીઓ પોતાની સેલ્ફ-ડ્રાઇવિંગ કાર દ્વારા બજાર સર કરવા માંગે છે. અત્યારે જો આ ક્ષેત્રેમાં કોઈ સૌથી આગળ હોય તો એ છે Tesla, Inc. 9, ઓક્ટોબર 2014ના રોજ કંપનીએ તેના કસ્ટમર્સને ઓટોપાયલટ feature ઓફર કરી બધી કાર કંપનીને આચંકો આપ્યો.જો કે Tesla હજી પણ 100% સેલ્ફ ડ્રાઇવિંગ કાર નથી અને ગૂગલ જેવી બીજી અનેક કંપનીઓની પ્રાયોગિક ધોરણે કાર ચલાવી રહી છે.        


2019 સુધીમાં Tesla તેના ગ્રાહકોને એક complete સેલ્ફ-ડ્રાઇવિંગ કાર આપશે.અત્યાર સુધીના અનેક રિસર્ચમાં સેલ્ફ-ડ્રાઇવિંગ કાર માણસો કરતા અનેક ઘણી ચડિયાતી અને સુરક્ષિત સાબિત થઈ છે.મોટા ભાગના કાર અકસ્માતો Human Error એટલે કે ડ્રાઈવરની ભુલને લીધે થાય છે.સેલ્ફ-ડ્રાઇવિંગ કાર આ અકસ્માતોની સંખ્યા નોંધપાત્ર ઘટાડો લાવી શકશે,પણ...


પણ શુ થાય તો જો તમારી જ કાર બીજાની જાન બચાવા પોતાના મલિક એટલે કે તમારી કુરબાની આપે તો ?

માની લો ભવિષ્યમાં તમે તમારી સેલ્ફ-ડ્રાઇવિંગ કારમાં બહાર નીકળો છો અને અચાનક 5-6 લોકો કારના રસ્તામાં આવી જાય છે કારનું કમ્પ્યુટર જાણે છે કે બ્રેક માર્યા પછી પણ રાહદારીઓની જાન બચાવી શકાય એમ નથી એટલે તે કારને રસ્તાના Barrier સાથે અથડાવાનો નિર્દેશ આપી તમારી જાનને મુશ્કિલમાં મૂકી દે છે.
આ માત્ર કાલ્પનિક ઘટના છે પણ કમ્પ્યુટર શુ નિર્ણય લે તે પણ મહત્વનું છે.આ કઈંક Trolley puzzle જેવું છે જેમાં એક ટ્રેક પર અનેક લોકો હોય અને બીજા ટ્રેક પર એક જ વ્યક્તિ હોય તો કોની જાન વધુ કિંમતી છે. સેલ્ફ-ડ્રાઇવિંગ કાર માટે આ એક Ethical Dilemma (નૈતિક દુવિધા) છે અને આ પ્રકાર ની પરિસ્થિતિમાં કારનું કમ્પ્યુટર કઈ રીતે કામ કરશે તે તો આવનાર સમય જ કહેશે.


કમ્પ્યુટર કદી પણ માણસની કિંમત આંકી શકવાનું નથી અને રહી વાત આ પ્રકાર Ethical Dilemma ની તો હજી પણ કાર કંપની તથા વૈજ્ઞાનિકો આ વિષયમાં સંશોધન કરી રહ્યા છે.સામાન્ય લોકોને જયારે આ મુશ્કેલી જણાવવામાં આવી તો ઘણા બધાએ પોતાની જાનની કુરબાની વ્યવહારુ લાગી, જો તે પોતે કાર ચલાવતા જ નથી તો પછી નિર્ણંય પણ પોતાનો ના હોઈ શકે, જો કે ઘણા બધાએ આવી કાર સ્વીકારવાની જ મનાઈ કરી  દીધી જે તેમના વતી તેમના મોતનો નિર્ણય લે.        

શુ ભવિષ્યમાં પણ જયારે કાર કંપનીના સેલ્સમેન આ ઘટના નું વિવરણ કરશે ત્યારે ગ્રાહકો સેલ્ફ-ડ્રાઇવિંગ કાર અપનાવશે? તમે અપનાવશો?  

       

Thank You...

Give your opinion about my blog or on Self-Driving Car in the comment box.  

Share if you like it, subscribe & follow us for more updates.   

     

Comments

Popular Posts