AUGMENTED REALITY: THE FUTURE TECHNOLOGY

તારીખ 6 July 2016, એક મોબાઈલ ગેમને લીધે આજે દુનિયાના અમુક દેશોમાં અફળાતફળી નો માહોલ છે, અને એ બીજી કોઈ નહિ પરંતુ 2016ની સૌથી વધુ કમાણી કરનારી Pokemon Go હતી. પહેલા જ દિવસે ગેમના વધુ પડતા વપરાશથી તેના સર્વર ઠપ થઇ ગયા અને તે પછી અનેક દેશોમાં ગેમ લોન્ચની તારીખ બદલવી પડી, પણ આ ગેમમાં એવું તો શું હતું કે લોન્ચ થયાના દિવસથી આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની ગઈ?
જવાબ છે: ઔગ્મેન્ટેડ રિયાલિટી(Augmented Reality)


ઔગ્મેન્ટેડ એટલે 'વધારવું', અને ઔગ્મેન્ટેડ રિયાલિટી એટલે વાસ્તવિકતામાં વધારો કરવો. ઔગ્મેન્ટેડ રિયાલિટી એટલે આપણી અત્યારની દુનિયા(Real World)માં કમ્પ્યુટર દ્વારા ડિજિટલ ઓબ્જેક્ટ ઉમેરવા (ઔગ્મેન્ટે કરવા). ટૂંકમાં આ  ટેકનોલોજી વર્ચ્યુઅલ રિયાલિટી અને વાસ્તવિક દુનિયાને સાથે પ્રદર્શિત કરે છે.
1990 માં બોઇંગ કંપની દ્વારા સંશોધન શરૂ થયા બાદ પ્રથમ વાર 1992માં U.S. Air Forceએ ઔગ્મેન્ટેડ રિયાલિટીનો ઉપયોગ શરૂ કર્યો. જે Screen પર પાયલોટને જરૂર પ્રમાણેની માહિતી રજુ કરતુ હતું.

Heads-up display of fighter jet.

ઔગ્મેન્ટેડ ટેકનોલોજીનો પહેલો વહેલો કૉમર્શિઅલ ઉપયોગ 1998ની ફૂટબૉલની મેચ  T.V. માં દર્શાવતી વખતે કરવામાં આવ્યો, ત્યારબાદ અનેક ક્ષેત્રોમાં તેને પ્રવેશ કર્યો, પરંતુ 2016માં Pokemon Goની સફળતા પછી દુનિયાભરના અનેક વૈજ્ઞાનિકો અને કૉમર્શિઅલ કંપનીનું ધ્યાન ખેંચાયું અને તે સાથે જ ઔગ્મેન્ટેડ રિયાલિટી માટે નવી દિશાઓ ખુલી ગઈ.
ઔગ્મેન્ટેડ રિયાલિટીનો અનુભવ કરવા માટે આજે દુનિયામાં અનેક પકારના Devices ઉપલબ્ધ છે, પરંતુ મોટા ભાગના અતિશય મોંઘા અને હજી પ્રાયોગિક ધોરણે છે. જેમકે Google Glass અથવા તો Microsoft ના Hololens.


Hololens-Microsoft
ઔગ્મેન્ટેડ રિયાલિટી પર હજી પણ સંશોધન ચાલુ છે અને તે હજી અનેક ક્ષેત્રો પ્રવેશી રહ્યું છે જેમકે,

1)જાહેરખબર ક્ષેત્રે (Advertising)
ઔગ્મેન્ટેડ રિયાલિટી આવ્યા બાદ Advertising કંપનીઓ ઘણી સહેલાઈથી ગ્રાહકો સુધી પોતાની વાત પહોંચાડી શકશે.કંપનીનો પ્રિટિંગ ખર્ચ ઘણી હદે બચી જશે. ગ્રાહક તેના ફોન અથવા તેના Deviceમાં જ પ્રોડક્ટ જોઈ લેશે, એટલું જ નહિ પ્રોડક્ટ પોતાને અનુકૂળ છે કે નહિ તે પણ આરામ થી જાણી શકશે. QR codeએ આપણે ઔગ્મેન્ટેડ રિયાલિટીની શરૂઆત ગણી શકીએ.



2) શિક્ષણ ક્ષેત્રે (Education)
વાંચવા અને સાંભળવા કરતા નજરે જોઈલી વસ્તુ આપણે સહેલાઇથી યાદ રહી જાય છે. ઔગ્મેન્ટેડ રિયાલિટી વિદ્યાર્થીને કઈંક આ જાતનો જ અનુભવ કરાવશે જેનાથી કંઈ પણ સમજવું આસાન બની જશે.મેડિકલના વિદ્યાર્થીઓ સહેલાઇ પૂર્વક પોતાની પ્રેકટીસ કરી શકશે.


3)તબીબ ક્ષેત્રે (Medical)
દર્દીની તબીબી સ્થિતિ (Medical Condition) કેટલી હદે ગંભીર છે તે ઔગ્મેન્ટેડ રિયાલિટીની મદદથી સહેલાઇથી જાણી શકાશે, MRI અને X -rays નો ઔગ્મેન્ટેડ રિયાલિટીમાં ઉપયોગ કરીને દર્દીના શરીરમાં કયા ભાગમાં ખામી છે તે આરામ થી જાણી શકાશે અને સાથે સાથે તેનું સચોટ નિદાન પણ શક્ય બનશે.નાના મોટા ઓપરેશન અને સર્જરી ઔગ્મેન્ટેડ રિયાલિટી પછી વધુ સફળતા પૂર્વક પાર પડશે. ડોક્ટર્સ ને મગજ જેવા જટિલ ભાગ સમજવામાં પણ આસાની થશે.      


4)પ્રવાસન ક્ષેત્રે (Tourism & Sightseeing)
ઔગ્મેન્ટેડ રિયાલિટી આવ્યા બાદ પ્રવાસન ક્ષેત્ર એક નવી ઉંચાઈએ પહોંચી રહ્યું છે.કોઈપણ ગાઈડ કે જાણકારી વિના કોઈપણ દેશમાં તમે ફરી શકો છો. તમારે એ દેશ ની ભાષા શીખવાની પણ જરૂર નથી.તમારો ફોન તમારા બધા જ કર્યો કરી આપશે.સામાન્ય લોકો માટે પણ ઔગ્મેન્ટેડ રિયાલિટી આ રીતે ઉપયોગી થઇ શકે એ કદાચ કોઈ એ વિચાર્યું પણ નહિ હોય.
  

5)સંરક્ષણ ક્ષેત્રે (Defence)
ઔગ્મેન્ટેડ રિયાલિટીની શરૂઆત જ સંરક્ષણ ક્ષેત્રથી થઇ હતી જો કે તેમાં ત્યારબાદ અનેક સુધારા આવ્યા અને હજી પણ આવી રહ્યા છે આ ટેકનોલોજી હવે માત્ર વિમાનો પૂરતી સીમિત ન રહેતા અનેક વાહનોમાં આવી ગઈ છે,જેથી તેમને ચલાવામાં આસાની રહે. આ સિવાય ઔગ્મેન્ટેડ ટેકનોલોજીનો ઉપયોગ સૈનિકોને દુશ્મન સામે લડતા શીખવવા અથવા યુદ્ધની વ્યૂહરચનાનો અભ્યાસ કરવા કરી શકાય.


6)Navigation 
રસ્તો શોધવા વિમાન ચાલક સિવાય ઔગ્મેન્ટેડ રિયાલિટીનો ઉપયોગ હવે સામાન્ય લોકો પણ કરી શકે છે. હવે તો કારમાં પણ heads-up display આવી ગયા છે, જે ડ્રાઈવરને રસ્તાથી માંડી કારની ઝડપ સુધીની બધી માહિતી વિન્ડશેઇલ્ડ (windshield) પર જ બતાવી દેશે.

       
આ સિવાય હજી અનેક ક્ષેત્રે ઔગ્મેન્ટેડ રિયાલિટી આવી રહ્યું છે અને વાસ્તવિક દુનિયા અને ડિજિટલ દુનિયાને દરોજ્જ ને દરોજ્જ નજીક લાવી રહ્યું છે, આ ક્રાંતિકારી ટેકનોલોજી થોડા સમયમાં ઘરે ઘરે જોવા મળે તો નવાઈ નહી.
ઔગ્મેન્ટેડ રિયાલિટીનો અનુભવ માણવો હોય તો નીચે જણાવેલી app download કરી શકો છો.
Junaio:
Augmented reality browser
Layer:
Anyone who wants to find out more about something they have just read about or get a little more hands-on with this information.
Wikitude:
Techies looking to get a glimpse at the many possible practical real-world applications AR opens up. 


Thank You...

Give your opinion about my blog or on Augmented Reality in the comment box.  

Share if you like it, subscribe & follow us for more updates. 

     

     

Comments

Popular Posts