What is a Gravitational Waves : Gujarati Version
ઘણાં સમયથી તમે Gravitational વિશે તો સાંભળ્યું જ હશે, પણ તમને એ શુ છે અથવા
શા માટે તેનું સમાચારમાં આટલું મહત્વ છે તેની કદાચ જ ખબર હશે.
સિધી અને સરળ ભાષામાં જાણો Gravitational waves વિશે,
માની લો કે બ્રહ્માંડ એક નરમ ચાદર ( Rubber Sheet ) સમાન છે, અને દરેક પદાર્થ તેમાં પોતાના
દળ પ્રમાણે ખાડો/ગોબો રચે છે.જેમ પદાર્થ નું દળ વધારે તેમ ગોબો વધુ મોટો, જેમકે સૂર્યનું દળ
પૃથ્વી કરતા વધારે હોવાથી બ્રહ્માંડની ચાદરમાં તે ખાડો મોટો બનાવે છે, આ જ વાત પૃથ્વી અને
ચંદ્ર માટે પણ લાગુ પડે છે, ટૂંકમાં ચાદર પર મુકેલા દળા સમાન જે પણ ગ્રહ / તારા નું દળ વધારે, તેમ
તેનો ખાડો મોટો.
કઈંક આ રીતે ↴
જ્યાં સુધી શાંત પાણીમાં પથ્થર ના નાંખો ત્યાં સુધી જેમ waves (મોજાં) નથી બનતા તેમ અંતરીક્ષમાં
પણ કોઈ ઘટના વગર Gravitational waves ઉત્પન્ન થતા નથી, પરંતુ જયારે બે દળદાર ગોળા જેમકે
Black Hole એકબીજા ની આસપાસ પ્રદક્ષિણા કરે ત્યારે તેમાં થી ઊત્પન્ન થતાં મોજાં જેવા તેવા
તો ના હોય.જરૂરી નથી કે માત્ર Black Holes થી Gravitational waves ઉદ્દભવ થાય, કોઈ પણ પદાર્થ
જેનું દળ હોય તે એકબીજા ની પ્રદક્ષિણા વડે અથવા પોતાના હલનચલન વડે Gravitational wave
ઉત્પન્ન કરી શકે.તમે પણ રચી શકો પણ તે એટલા નબળા (weak) હશે કે Detect કરવા અશક્ય બનશે.
![]() |
| બે black hole થી ઉત્પન્ન થતાં Gravitational waves |
અને વિસ્તરણ પામે, પછી એ પૃથ્વી હોય, સજીવ હોય કે કોઈ પણ પદાર્થ, Gravitational waves ની અસર
માંથી કોઈ બચતુ નથી, એ વાત અલગ છે કે આપણા સામાન્ય જીવનમાં તેની કોઈ અસર જોવા નથી મળતી.
![]() |
| આ માત્ર સમજવા માટે રજુ કર્યું છે. |
આજથી 100 વર્ષ પહેલા જેની આગાહી કરેલી તેને માત્ર સાબિત કરતા વૈજ્ઞાનિકો ને આટલા વર્ષ લાગ્યા. 1920માં મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈનસ્ટાઈનએ તેની જનરલ થિયરી ઓફ રિલેટિવીટીમાં Gravitational wave વિશે ઉલ્લેખ કર્યો હતો જેની સાબિતી આખરે 14 સપ્ટેમ્બર, 2015 ના રોજ થઇ. જો કે આ પહેલા પણ Gravitational
waves ને લઈને અનેક ભ્રમ થયા હોવાથી વૈજ્ઞાનિકો પૂરતી ખાતરી કરી લેવા માંગતા હતા.
આખરે 11 ફેબ્રુઆરી, 2016 ના રોજ LIGO (The Laser Interferometer Gravitational-Wave Observatory) ના વૈજ્ઞાનિકોએ દુનિયાને Gravitational waves Detect થયા ની માહિતી આપી.
પૃથ્વીથી 1.3 અબજ પકાશવર્ષ દૂર 2 બ્લેક હોલને લીધે તે જન્મ્યા હતા.
સામાન્ય લોકોના જીવનમાં Gravitational wave ની કોઈ અસર નહિ પડે પરંતુ વિજ્ઞાનની દુનિયામાં તેને લીધે અનેક નવી થિયરીઓ જન્મ લેશે.

| LIGOમાં Gravitational wavesની હાજરી... |
Thank You ...
Give your opinion about my blog or on Gravitational Waves in the comment box.
Give your opinion about my blog or on Gravitational Waves in the comment box.
Source: Safari Magazine & Wiki

Comments
Post a Comment